40 વર્ષની ઉંમરમાં વધારે હોટ થઇ જાય છે મહિલાઓ – વિદ્યા બાલન
બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને પોતાની ઘણી ફિલ્મોમાં મહિલાઓના અલગ અલગ શેડ્ઝ બતાવ્યા છે. પોતાની મહિલા પ્રધાન ફિલ્મો દ્વારા વિદ્યાએ મોટા પડદા પર ઘણી પ્રશંસા પણ મેળવી છે. પોતાના દમદાર અભિનય દ્વારા બોલિવુડમાં અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી વિદ્યા બાલને એક વાર ફરીથી સમાચારોમાં છે. હાલમા જ પોતાના 40માં જન્મદિવસના પ્રસંગે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં વિદ્યાએ ખુલીને જણાવ્યુ કે કેવી રીતે વધતી ઉંમર મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરે છે.
‘જ્યારે તમે બેદરકાર હોવ ત્યારે વધુ આનંદ લો છો’વિદ્યા બાલને મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, ‘વધતી ઉંમર વાસ્તવમાં એક મહિલાને વધુ આત્મવિશ્વાસ અને ખુશી આપે છે. હા, ખરેખર, 40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે. સામાન્ય રીતે આપણને થોડુ શર્મીલા, સંકોચી અને સેક્સનો આનંદ લેવા માટે શીખવવામાં આવે છે. તે કહે છે કે મહિલાઓ ઉંમર સાથે બહેતર બની જાય છે કારણકે તમે પરવા કરવાની ઓછી કરી દો છો, પરંતુ આ જ વસ્તુ તમારા માટે ઘણી છે. એ જ તો ખુશીની વાત છે. જ્યારે તમે કોઈની પરવા નથી કરતા, ત્યારે તમે જીવનનો સૌથી વધુ આનંદ લઈ શકો છો.’ વિદ્યા બાલને ખોલ્યો રાઝ, ’40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નોટી થઈ જાય છે’
વિદ્યા બાલને આગળ કહ્યુ, ‘મારા એક દોસ્તે એક વાર મને જણાવ્યુ કે 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સૌથી વધુ ફન કરનારી હોય છે. તેણે એનુ કારણ પણ જણાવ્યુ અને કહ્યુ કે તે કોઈ રિલેશનશીપ નથી ઈચ્છતા એટલા માટે તે એ ઉંમરની મહિલા સાથે સમય પસાર કરી શકે છે કારણકે તે પણ કોઈ રિલેશનશીપ નથી ઈચ્છતી. તેણે જણાવ્યુ કે 35 વર્ષ બાદ મહિલાઓ બિલકુલ પરવા નથી કરતી. (હસીને) હું કહુ છુ કે 40 વર્ષની ઉંમર બાદ તો મહિલાઓ હજુ વધુ બેપરવા થઈ જાય છે.’
તમને જણાવી દઈએ કે એવી ચર્ચા છે કે વિદ્યા બાલન પ્રસિદ્ધ ગણિતજ્ઞ શકુંતલાની આવનારી બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. સમાચાર એ પણ છે કે દંગલ ફિલ્મમાં બબીતા ફોગાટની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં તેમની પુત્રીની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાએ થોડા દિવસો પહેલા ભાગલા વિશે બનેલ ફિલ્મ ‘બેગમ જાન’ માં ઘણી બોલ્ડ ભૂમિકા નિભાવી હતી. ‘બેગમ જાન’ માં વિદ્યા બાલન ઉપરાંત નસીરુદ્દીન શાહ, રજત કપૂર, આશીષ વિદ્યાર્થી, ઈલા અરુણ અને ગૌહર ખાન પણ હતા.
જ્યારે વિદ્યા સામે જ ગંદી હરકત કરવા લાગ્યો.