કોઇપણ દવા વગર દૂર કરો સાંધાનો દુખાવો, કરો ક્લિક
કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો.
1 એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંદામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.
2 કપૂરનું તેલ શરીરના રક્ત સંચાર યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ હાડકામાં થતો દુખાવો પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.
3 સો પ્રથમ કેળા અને પપૈયાને છોલીને તેના નાના-નાના ટૂકડા કરી લો. હવે તેને બદામના દૂધમાં ઉમેરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તે બાદ તેમા મધ ઉમેરીને તને તમારા ડ્રિંકમાં સામેલ કરો. આમ કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે.
4 બે કપ પાણીને બરાબર ઉકાળી લો. તે બાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.