રૂપે ડેબિટ કાર્ડ સાથે 2 લાખ રૂપિયાનો મળે છે વીમો, જાણો આખી પ્રક્રિયા
તમારી પાસે કોઇ સરકારી અથવા ખાનગી બેન્કનું ડેબિટ કે ક્રેડિટકાર્ડ હોય તો શક્ય છે કે તેની સાથે તમારો અકસ્માત વીમો પણ હોય. તે 25 હજારથી માંડીને 10 લાખ રૂપિયા સુધીનો હોઇ શકે છે.
રૂપે ડેબિટ કાર્ડ સાથે 2 લાખ રૂપિયાનો વીમો મળે છે
પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેઠળ આવનાર રૂપેનો 600 કરતા વધારે બેન્કો સાથે કરાર છે. રૂપે ડેબિટકાર્ડ પોતાના ગ્રાહકોને બે લાખ રૂપિયા સુધીનો વીમો મફતમાં આપે છે. પહેલા તે મર્યાદા એક લાખ હતી.
પ્રક્રિયા કેવી છે? અને વળતર કેવી રીતે મળે?
-બેન્કમાં ખાતું ખોલ્યા બાદ તમને જેવું ડેબિટ કે ક્રેડિટકાર્ડ મળે છે, વીમા પોલિસી લાગુ થઇ જાય છે. તેમાં વીમા કંપનીઓ અને બેન્ક વચ્ચે કરાર હોય છે. તેના હેઠળ આંશિત અથવા કાયમી વિકલાંગતાથી માંડીને મૃત્યુ થવા સુધી અલગ-અલગ પ્રકારની જોગવાઇઓ છે.
– જો વીમા વાળા કાર્ડધારક અથવા ગ્રાહકનું કોઇ અકસ્માતમાં મોત થાય છે તો તેના પરિવારના સભ્યે 2 મહિનાથી માંડીને 5 મહિનાની અંદર બેન્કની તે બ્રાન્ચમાં જવું પડશે જ્યાં વીમાધારકનું ખાતું હતું. તેણે વળતર માટે અરજી કરવાની રહેશે.
– જો તમે કોઇ બેન્કની બીજી બ્રાન્ચમાં પણ ખાતુ ધરાવતા હો તો વળતર કોઇ એક જ એટીએમ પર મળશે જેનાથી પૈસાની લેવડ-દેવડ કરાતી હોય.
વળતર આપતા પહેલા બેન્ક જોશે કે મૃત્યના પહેલા પાછલા 45 દિવસમાં તે કાર્ડથી કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ થઇ હતી કે નહીં. તે દરમિયાન નાણાકીય લેવડ-દેવડ થવી જરૂરી છે.
– વળતરની રકમ તમારા કાર્ડની કેટેગરી પર આધાર રાખે છે. હકીકતમાં, બેન્કો પાસે આજકાલ ઘણા પ્રકારના કાર્ડ હોય છે, જેની પર તે અલગ-અલગ ઓફર્સ આપે છે. તેમાં 25 હજારથી માંડીને 10 લાખ સુધીના વળતરની જોગવાઇ છે.
આ રીતે ફાયદો ઉઠાવી શકો
ડેબિટ કે ક્રેડિટકાર્ડ પર જો અકસ્માત વીમા કવર મળ્યું છે તો તેનો ફાયદો ઉઠાવવા માટે જરૂરી નિયમોની પણ જાણકારી હોવી જોઇએ.
– અકસ્માત થવા પર પોલીસને તેની જાણકારી આપો.
– હોસ્પિટલમાં દાખલ થવા પર તમામ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા પડે છે.
– અકસ્માતથી સંબંધિત વ્યક્તિ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ.
– વીમાધારકના મોતની સ્થિતિમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને મૃતકનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઇએ.
– તમારે બેન્કને આ પણ જણાવવાનું રહેશે કે કાર્ડધારકે 60 દિવસની અંદર એટીએમ કાર્ડના માધ્યમથી કોઇને કોઇ કાયદેસર લેવડ-દેવડ કરી છે.