પત્નીએ જ પતિને મારી નાખવાનું રચ્યું કાવતરું, વધુ તપાસ હાથ ધરી
સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાંથી થોડા દિવસ અગાઉ એક બીન વારસી લાશ મળી આવી હતી પોલીસે લાશની ઓળખ થતા જ સમગ્ર મામલો ખુલ્યો હતો અને પ્રેમ પ્રકરણ માંજ સી.આર.પી.એફના જવાનની હત્યા કરી દેવામાં આવી હતી..
સાબરકાંઠાના વડાલીના બડોલ પાસે મળી આવેલ લાશની ઓળખ બાદ વડાલી પોલીસે હત્યાનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી…મરનાર વ્યક્તિ બીજુ કોઈ નહિ પણ સી.આર.પી.એફનો જવાન હતો. બાલાસિનોર તાલુકાના પાંડવા ગામનો રહેવાસી સોમાભાઈ રાયસિંગભાઈ ચોહાણ કે જેઓ રજાઓ પર ઘરે આવ્યા હતા અને જવાનને અંબાજી દર્શન કરવા જવાનુ છે કહીને લઈ ગયા હતા અને રસ્તામાં દારૂ પીવડાવ્યો અને દારૂની સાથે ઘેનની ગોળીઓ આપીને બેભાન કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ સીઆરપીએફના જવાનને રોડ પર મુકી અને કાર ચઢાવી દઇ હત્યા કરાઈ હતી. આ રીતે પુરાવાનો નાશ કરીને ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મરનારના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાશની ઓળખ કરીને આરોપીઓ પકડવાની તજવીજ હાથ ધરાઈ
સમગ્ર હત્યાનુ મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ જ હતુ જેમા હત્યા પોતાની પત્ની અને બીજા ત્રણ ઇસમો એ ભેગામળી કાવતરું રચી મોતને ગાટ ઉતારવામાં આવ્યો હતો જે મામલે વડાલી પોલીસ મરનારના ઘરે પહોચીને તપાસ હાથ ધરી અને આકરી પુછપરછ કરતા તમામ લોકોએ હત્યા કરેલ છે તેની કબૂલાત કરી લેતા તમામ આરોપીઓને વડાલી પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી વડાલી પોલીસના જણાવ્યા અનુસાર મરનાર સોમાભાઈ રાયસિંગભાઈ ચૌહાણ ની પત્ની,ભાભી,સાળી અને તેમનો મિત્ર આ ચારે આરોપીઓએ ભેગા મળી પૂર્વ આયોજન કાવતરું રચીને હત્યા કરેલ છે. હાલ વડાલી પોલીસ 5 દિવસ ના રિમાંડ લીધા હતા અને તમામ ગુના તેવો ચારે ભેગા મળી ને કર્યા છે અને હાલ ચારે આરોપીઓ જેલ ના સળિયા પાછળ મોકલી આપ્યા છે