રિલેસનશીપ

કેમ બગડી જાય છે સેક્સની મજા, આ છે તેના 2 મૂખ્ય કારણ

આપણે જાણીએ છીએ તેમ સેક્સ પતિ પત્નીના સંબંધોને વધારે મજબૂત બનાવે છે. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે. ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે. જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે.

ઘણા કિસ્સામાં જોવા મળે છે કે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક જોઈએ તેવો સહયોગ દાખવતા નથી અથવા ઘણા કિસ્સામાંથી પતિના વધારે એક્સાઇટેડ થવાને કારણે પત્નીઓ સેક્સથી દૂર ભાગતી હોય તેવું જોવા મળે છે. ઘણી વાર કોઈ એક પાર્ટનર સેક્સમાં નવી પોઝિશન અપનાવવા માગતો હોય પણ સામેવાળો પાર્ટનર આના માટે અસંમતિ દર્શાવે તો બીબાઢાળ શારીરિક સંબંધોમાં પણ સેક્સ પ્રત્યે ઉદાસીનતા લાવે છે.

પ્રજનન અંગોમાં રોગ થવાને કારણે પણ ઘણી વાર ઇન્દ્રિયમાં જોઈએ તેવું ઉત્થાન આવતું નથી. સ્ત્રીઓમાં પ્રજનન અંગો સંબંધી રોગો જેમ કે લ્યુકેરિયા, યોનિમાર્ગમાં ઇન્ફેક્શન જેવા રોગોને કારણે પણ સેક્સ પ્રત્યે નિરાશા જન્મે છે. જ્યારે પુરુષોમાં પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે પણ સેક્સ સંબંધોમાં નીરસતા આવે છે. ઘણાં સ્ત્રી કે પુરુષો પ્રજનન અંગોની સ્વચ્છતાની કાળજી લેતાં નથી, જેના કારણે સામેના પાર્ટનરને સંબંધ બાંધવા પ્રત્યે નીરસતા દાખવે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button