મોબાઇલ એન્ડ ટેક

WhatsApp – ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે યુઝ કરવામાં આવી રહ્યું છે

વોટ્સએપ પર ફેક ન્યૂઝની ભરમાર લાગેલી હોય છે. પરંતુ ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે પણ તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ટ્રેડર્સ વોટ્સએપને તેના કન્ટેંટ ડિસ્ટ્રિબ્યુશન માટે ઉપયોગ કરી રહી છે. કારણકે વોટ્સએપની કોઇ મોનિટરિંગ કરી શકાશે નહીં. જેથી એવા કન્ટેન્ટ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ હ્યૂમન મોડેરેટર્સ ન થવાના કારણથી એવા કન્ટેંટ ઓટોમેટેડ સિસ્ટમથી બચીને નીકળે છે. ઇઝરાયલની બે એનજીઓની રિપોર્ટ મુજબ વોટ્સએપ ગ્રુપ શોધનારી થર્ડ પાર્ટી એપ્સ એવી ઇનવાઇટ લિંક્સ આપે છે યુજર્સથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી મેટિરિયલની ટ્રેડિંગ કરવા માટે કહે છે. આ રિપોર્ટમાં કેટલાક ગ્રુપ્સ એક્ટિવ છે. એન્ટી એક્સપ્લોઅટેશન સ્ટાર્ટઅપ AntiToxin મુજબ તેમાથી કેટલાક ગ્રુપ્સ એવું પણ હાઇડ નથી કરતા કે તે શુ કરી રહ્યા છે.તમને જણાવી દઇએ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી જોડાયેલા કન્ટેટ રાખવા કે તેને શેર કરવા ભારતીય કાયદા મુજબ ગૂનો છે. એવુ કરવાથી ભારે દંડની સાથે જેલ પણ થઇ શકે છે. અન્ય એક રિપોર્ટ મુજબ રિસર્ચરે આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપ પર ચાઇલ્ડ અબ્યૂસ મેટરિયલ જોયા છે જે ભારે પ્રમાણમાં છે અને તે વોટ્સએપ ચેટ ગ્રુપમાં છે.

રિપોર્ટ મુજબ કેટલાક વોટ્સએપ ગ્રુરનું નામ ચાઇલ્ડ પોર્ન પણ છે. જે ખૂબ ગંભીર મામલો છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની પાસે સ્માર્ટ સ્કેનિંગ ટેકનીક છે. જેનાથી યૂઝર ગ્રુપ્સમાં શેર કરવામાં આવેલા ગેરકાયદેસર કન્ટેન્ટને સ્કે કરવામાં આવે છે. એવામાં હજારો એકાઉન્ટસ પ્રતિબંધિત કરવામાં આવે છે. 2016માં વોટ્સએપને કંપનીએ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનથી સિક્યોર કર્યું. આ સિક્યોરિટિ સ્ટાન્ડર્ડ હેઠળ સેંડર અને રિસીવર સિવાય કોઇ અન્ય વોટ્સએપ ચેટ વાંચી શકતા નથી. એટલું જ નહીં તપાસ એજન્સીઓ પણ વોટ્સએપ ચેટના ડેટા માંગી શકતી નથી. કારણકે તે વોટ્સએપની પાસે પણ સ્ટોર હોતી નથી.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button