વોટ્સએપે ભારતમાં આટલા લાખ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ ? જાણો વિગતે

વિશ્વમાં મેટા-માલિકી ધરાવતી WhatsAppએ જાન્યુઆરી મહિનામાં ભારતમાં 29 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે નવા IT નિયમો 2021ના પાલનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશમાં બ્લોક કરાયેલા 36.77 લાખ એકાઉન્ટ્સ કરતાં ઘણો ઓછો છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે, 2,918,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કંપનીએ તેના માસિક અનુપાલન અહેવાલમાં આ માહિતી આપી છે. તેમાંથી 1,038,000 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ, જે દેશમાં લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવે છે, તેને દેશમાં જાન્યુઆરીમાં 1,461 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા છે અને 195 પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવાયેલા પગલાંની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને પહોંચી વળવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે.