લાઇફ સ્ટાઇલ

ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થશે અધધધ ફાયદા

તમે ઘણા લોકોને ખુલ્લા પગે ઘાસ પર ચાલતા જોયા હશે. શું તમે જાણો છો કે, ખુલ્લા પગે ચાલવાથી શું ફાયદો થાય છે? ખુલ્લા પગે ઘાસ પર ચાલવાના કારણે તમે કુદરતની નજીક જાઓ છો અને તમારા પગ માટી,ઘાસ અને જમીનને અડકે છે. ડોક્ટરો જણાવે છે કે જો તમે ગાર્ડનમાં ઘાસ પર ચાલતા હોવ તો ખુલ્લા પગે ચાલવાનું પસંદ કરો જેથી કરીને તમારા પગને થોડી એક્સરસાઈઝ મળી રહે. આ ઉપરાંત જો તમે પેવર બ્લોક કે સિમેન્ટની હાર્ડ સર્ફેસ પર ચાલો ત્યારે ખાસ કરીને સ્પોર્ટ્સ સુઝ પહેરવાનું રાખો. તમે જ્યારે ચાલો છો ત્યારે બ્રિધિંગને નોર્મલ રાખો. ઉતાવળે ચાલવાનું ટાળો અને નોર્મલ સ્પીડે ચાલો જેથી કરીને તમે થોડું વધારે ચાલી શકો. સવારે ચાલવાનું પહેલી વાર શરૂ કરો તે પહેલાં થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરો, જેથી કરીને સ્નાયુઓ ખેંચાઈ નહીં. તો જાણી લો તમે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થતા આ ફાયદાઓ વિશે…

– ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમે જમીન સાથે જોડાવો છો જેનાથી તમને હકારાત્મક ઉર્જા મળે છે. આપણી જમીનમાં ઘણી ઉર્જા રહેલી છે જેને આપણે ખુલ્લા પગે અડકીએ છીએ જેનાથી આપણને પણ ઉર્જા મળે છે.

– તમે ખુલ્લા પગે ઘાસમાં ચાલો છો જેનાથી તમને સવારની તાજી હવા મળે છે. સવારનું ખુશનુમા વાતાવરણ તમને મળે છે જેનાથી તમારો તણાવ દૂર થાય છે જેનાથી તમે આખો દિવસ સારું કામ કરી શકો છો.

– ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના એક્યુપ્રેશર પોઈન્ટ દબાવાના કારણે શરીરના મહત્વના અંગોને સારી અસર પહોંચે છે. શરીરના મહત્વના ભાગ જેમ કે ફેફસા, પેટ, કિડની અને તમારી કરોડરજ્જુ.

– તમારી આંખોનું સ્વાસ્થ્ય સારું રહે છે, માનવામાં નહીં આવે પરંતુ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખને ઠંડક મળે છે. પગનો સીધો સંબંધ આંખ સાથે પણ રહેલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button