નહીં રહે વિટામીન B-12ની ઉણપ, ખાઓ આ વસ્તુ
અત્યારની લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે આ વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. આમ, જો તમારામાં વિટામિન બી-12ની કમી હોય તો તમારે ચોક્કસપણે તે વિશે ધ્યાન આપવું જોઇએ. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોવ અને રોગોથી પણ દૂર રહેવા માંગતા હોવ તો તમારે અવશ્ય વિટામિન બી-12 મળી રહે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ.
દહીં
દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
ઓટમીલ
સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.
સોયા પ્રોડક્ટ્સ
સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.
દૂધ
ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.
ચીઝ
નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.