National

વિનેશ ફોગાટ-બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, હરિયાણામાં લડી શકે છે વિધાનસભા ચૂંટણી

હરિયાણામાં આગામી 5 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. બજરંગ પૂનિયા કોંગ્રેસ સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી શકે છે. બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે દિલ્હી સ્થિત રાહુલ ગાંધીના આવાસ પર તેમની મુલાકાત કરી છે.

હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળતા ફરી એક વખત ચૂંટણી લડવાની ચર્ચા થઇ છે.

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.

આંદોલન બાદ ચર્ચામાં આવ્યા હતા બજરંગ અને વિનેશ ફોગાટ

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં નિરાશા બાદ જ્યારે પહેલવાન વિનેશ ફોગાટ દેશ પરત આવી તો હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાએ ખુદ દિલ્હી એરપોર્ટ પર જઇને સ્વાગત કર્યું હતું. તે બાદ તેના ગામ સુધી રોડ શોમાં પણ સાથ આપ્યો હતો. દિલ્હી એરપોર્ટથી લઇને બલાલી પહોંચવા સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સાથે દીપેન્દ્રસિંહ હુડ્ડા સહિત કેટલાક કોંગ્રેસી નેતા રહ્યાં છે.

વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો આ વખતે પણ લાગી હતી જ્યારે બન્ને રાહુલ ગાંધીને મળ્યા હતા. એક બે દિવસમાં કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે.

જ્યારે ચૂંટણી કમિટીની બેઠક બાદ કોંગ્રેસ નેતાઓને એવો સવાલ કરવામાં આવ્યો કે શું વિનેશ ફોગાટ પણ પાર્ટી જોઇન કરવાની છે તો આ વાતનો જવાબ ના આપીને કોંગ્રેસ તરફથી એમ કહેવામાં આવ્યું કે એક બે દિવસમાં તમામ નિર્ણય થઇ જશએ. પાર્ટી નેતા દીપક બાબરિયાએ પણ ફોગાટના સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું નહતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button