Gujarat

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી:ગાંધીનગરમાં પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો, કોર્ટે જયુડિશિયલ કસ્ટડીમાં મોકલયો

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે.


વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ યુવરાજસિંહ પર છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલનકરી રહેલા યુવરાજસિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે વિદ્યાસહાયકોની અટકાયત કરી ત્યારે યુવરાજસિંહ અહીં આવ્યા હતા. પોલીસ પર ગાડી ચડાવી હુમલો કરવાની કોશિશ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ કરાયા પછી આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાછળના દરવાજેથી યુવરાજસિંહને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. પોલીસે રિમાંડની માગણી નથી કરી જેથી કોર્ટ દ્વારા આરોપી યુવરાજસિંહને સેન્ટ્રલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button