આતંકી હુમલા પર ભડ્ક્યો ઉરી અભિનેતા વિકી કૌશલ, આતંકવાદને જવાબ આપવાનો સમય આવી ગયો
પુલવામામાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. આખો દેશ ગુસ્સામાં છે. દેશના દરેક ખૂણામાંથી પાકિસ્તાની અને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. જ્યારે કેટલાક જવાન ખરાબ રીતે ઇજાગ્રસ્ત છે. ઘટના બાદ કેટલાક બોલીવુડ સ્ટાર્સ પણ તેની નિંદા કરી રહ્યા છે. ત્યારે અભિનેતા વિકી કૌશલે પણ દુખ વ્યક્ત કર્યું છે. તેને કહ્યું કે આતંકવાદને જવાબ આપવાનો સમય આવી ગયો છે.
વિકી કૌશલે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે મેં મારુ કંઇક ખોઇ દીધુ છે. દેશને આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઇએ, એક રાષ્ટ્ર તરીકે દુખના આ સમયમાં આપણે બધાએ એક સાથે મળીને શહીદોના પરિવાર સાથે ઉભા રહેવું જોઇએ અને તે લોકોની મદદ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં મુખ્ય રોલ ભજવ્યો હતો. ફિલ્મ ઉરીની કહાની જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા પર આધારિત છે.
જણાવી દઇએ કે આ ઘટના બાદ અખ્તર અને શબાના આજમીએ પણ પોતાનો કરાચી પ્રવાસ રદ કરી દીધો છે. તેમને કરાચી લિટ ફેસ્ટિવલ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આતંકી હુમલાને લઇને પાકિસ્તાનની આલોચના કરી હતી અને કહ્યું હતુ કે હવે પાકિસ્તાનની સાથે કોઇપણ પ્રકારનો સંબંધ રાખી શકાય નહી.