ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડું અને અમિતશાહે ABVPના 64માં રાષ્ટ્રીય અધિવેશન સમાપન સમારોહમાં હાજરી આપી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 64મું રાષ્ટ્રીય અધિવેશન જોરશોરથી ચાલી રહ્યું હતું. જેનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ માટે ખાસ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડું હાજર રહ્યા હતા. આ અધિવેશન લોકસભાની ચૂંટણી પહેલા યુવા કાર્યકરોને જોશ અને જુસ્સો પુરો કરવા માટે મહત્વનું બની રહેશે. આ અધિવેશનને લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ ગુજરાત આવ્યા છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=viuoivghDbk&feature=youtu.be[/youtube]
અમિત શાહે અમદાવાદમાં આવેલા ઇન્કમટેક્ષ નજીકના દિનેશ હોલ ખાતે એબીવીપીના સ્થાયી કાર્યકર સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને એબીવીપીના રાષ્ટ્રીય આગેવાનો તેમજ અંજલીબેન રૂપાણી પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાના આ અધિવેશનને મહત્વનું માનવામાં આવે છે. આવનારી લોકસભાની ચૂંટણી માટે એબીવીપીના યુવાનોને ભાજપના પ્રચાર માટે ખાસ તૈયાર કરાશે.અમિત શાહે વિદ્યાર્થી નેતાઓ અને સ્થાયી કાર્યકરોને આ કાર્યક્રમમાં સંબોધિત કર્યા હતા.