ગુજરાત

વાઇબ્રન્ટ સમીટ- સીએમ રૂપાણીએ પ્રતિનિધિ મંડળ સાથે યોજી બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ સમીટ 2019 ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વે્સ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડ અને પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજીને કર્યો હતો.

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમીટમાં કોમનવેલ્થના 75 જેટલા લોકોનું ડેલીગેશન લઇને સહભાગી થવા અંગે આભાર વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાત માં ઉર્જા અને હેલ્થ કેર તેમજ કોમન વેલ્થ રાષ્ટ્રો ના બિઝનેસ ના વ્યાપ ની ઉજ્જવળ સંભાવનાઓ અંગે પરામર્શ કર્યો હતો. પ્રતિનિધિ મંડળે પણ ગુજરાત ની વાઇબ્રન્ટ સમીટ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ બની છે તેની તક તેમને મળી તેનો આભાર દર્શાવતા કહ્યું કે ગુજરાત અને ભારતમાં તેમના પ્રદેશના લોકો હેલ્થ કેર સેક્ટરમાં સારવાર માટે આવે છે.

ત્યારે આ હેલ્થ કેર ફેસેલિટી સરળ અને સસ્તી બને તે માટે બેય પક્ષો સાથે મળીને વિચારણા કરી શકે એમ તેમણે સુચન કર્યું હતું. ગુજરાત ની અદ્યતન હેલ્થ કેર તજજ્ઞતાનો લાભ તેમના પ્રદેશોને મળી શકે તે હેતુસર તેમના પ્રદેશના ડોક્ટર્સ અને નર્સીસને ગુજરાતમાં તાલીમ માટે મોકલવાની તૈયારી તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન અધિક મુખ્ય સચિવ અરવિંન્દ અગ્રવાલ સહીતના અધિકારીઓ પણ આ વેળાએ સાથે જોડાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button