અમદાવાદ

વાઇબ્રન્ટ ગુજરાત – ઘરે બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજાર લોકોને મળશે નોકરી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી પુરી થવાની છે, ફાર્મ 2 ડોર નામની એક સ્ટાર્ટઅપે વાઇબ્રંટ સમિટમાં પોતાનું મોડલ રજૂ કર્યું છે, જે થોડા દિવસોમાં અમદાવાદથી શરૂ થઇ જશે. આ સુવિધાનો લાભ લોકો ઓનલાઇન તેમજ ઓફલાઇન મળી શકશે. જેના હેઠળ તમે પણ ઘરે તાજા ફળ મગાવી તેનો લાભ લઇ શકશો.
કેવુ હશે બિઝનેસ મોડલ ?
કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરિયાએ જણાવ્યું કે અમે ખેડૂતોની સાથે સંયુક્ત ઉદ્યમ લગાવીશું. અમે તેમના ખેતરમાંથી તરત પેકીંગ કરી ફળ અમદાવાદ લઇને આવશે અને ફળનું વેચાણ ઓફલાઇન અને ઓનલાઇન બંને માધ્યમથી થશે. જો કોઇ ઘરે બેઠા જ ફળ મગાવવા ઇચ્છતું હોય તમે અમારી એપ દ્વારા મળશે અને જો તેમના ઘરની સામે જ અમારો કાર્ટથી ઓફ લાઇન ખરીદવા ઇચ્છે તો પણ મળશે. જ્યારે ફાર્મ2ડોર નામથી શરૂ થઇ રહેલા આ સ્ટાર્ટ અપને મારૂતિ કુરિયરે ફંડ આપ્યું છે. મારૂતિ કુરિયરના ચેરમેન રામભાઇએ કહ્યું છે કે અમે 33 વર્ષોથી કુરિયર બિઝનેસમાં જોડાયેલા છે એવામાં અમારી આ સુવિધા લોકોને જલ્દી થી જલ્દી તાજા ફળ ઉપલબ્ધ કરાવા સમર્થ છે. તેની સાથે જ આ સ્ટાર્ટઅપથી 10 હજાર લોકોને રોજગારી મળશે.
કેટલા કોર્ટ દોડશે ?
કંપનીના કો-ફાઉન્ડર મૌલિક મોકરિયાએ જણાવ્યું કે કેટલાક દિવસોમાં અમદાવાદમાં 25થી વધારે કાર્ટ દોડવા લાગશે. થોડા સમય બાદ તે સંખ્યા વધીને 200થી 300 સુધી થઇ જશે. જેમાં 10 હજાર લોકોને રોજગારી મળશે અને ત્યારબાદ દેશભરના મેટ્રો સીટીમાં તેને લોન્ચ કરવામાં આવશે. શુ સસ્તા ફળ મળશે?  કંપનીએ દાવો કર્યો છે કે ફળનો જે બજાર ભાવ હશે તેના કરતાં અમારા ફળ 40 ટકાથી 50 ટકા સુધી સસ્તા હશે. અમે ફળ સીધા ખેડૂતો પાસેથી ખરીદી માર્કેટમાં વેચાણ કરીશું. અમારા કાર્ટ એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે તેમાં ફળ લાંબા સમય સુધી તાજા રહેશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button