વાપીમાં વેપારીનો આપઘાતનો વીડિયો કેમેરામાં કેદ, હોટલના 5મા માળેથી મારી છલાંગ

વલસાડના વાપીમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. વાપી પોલીસ સ્ટેશનની સામે આવેલી મહારાજા હોટલના પાંચમાં માળેથી વેપારીએ પડતું મુક્યું હતું. વલસાડનો વેપારી એક કલાકથી હોટલની છત પર ઉભો રહ્યો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વાપી પોલીસ સ્ટેશનની સામે આવેલી મહારાજા હોટલના પાંચમાં માળેથી વેપારીએ પડતું મુક્યું હતું. પારીએ આપઘાત કરતાં અગાઉ હોટલની બહાર નીકળીને હોટલના બેનર પર અંદાજે 15 મિનિટ સુધી ઉભો રહ્યો હતો.
ત્યારબાદ તેને જીગર કરીને નીચે પડતું મૂક્યું હતું. વલસાડનો વેપારી એક કલાકથી હોટલની છત પર ઉભો હતો, પરંતુ ત્યાં સુધીમાં પોલીસ કે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકી નહોતી. હાલ મળતી માહિતી પ્રમાણે, વેપારીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે.
જોખમી રીતે અને આપઘાત જ કરવા ઉભો હોય તે રીતે ઉભા રહીને વેપારીએ પડતું મૂક્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. વેપારીના આપઘાત અંગે હોટલની સામે રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત કરી લેનારા વેપારી સુરતના મહિધપુરા વિસ્તારમાં આવેલી ઘીયા શેરીમાં રહેતો હોવાનું અને તેનું નામ પચ્ચીગર પીયુષ ધીરજલાલ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આધારકાર્ડના ઝેરોક્ષના આધારે તેના પરિવારને જાણ કરવાથી લઈને આપઘાત કરવા અંગેનું કારણ મેળવવા તપાસ આદરી છે.