
વલસાડના પારડી તાલુકાના મોતીવાડામાં આવેલી આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા.કંપની સંચાલકોએ તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર નીકળવાની સૂચના આપી હતી. કંપનીમાં લાગેલા ફાયર સેફ્ટી સાધનો દ્વારા પ્રાથમિક સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શિફ્ટ મેનેજરે તરત જ પારડી ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પારડી ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. કંપનીમાં સેનેટરી પેડનું ઉત્પાદન થતું હોવાથી ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ FSLની ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવામાં આવશે.
આ પણ વાંચો, Surat: સુરત શહેરમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત્, ત્રણ લુખ્ખાઓએ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો
