વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં કર્યું રજૂ
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અજય ભાદુએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં પાયાની સુવિધાઓ પાણી, ડ્રેનેજ, વરસાદી કાંસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. વડોદરા શહેરની આસપાસમાં આવેલા ભરૂચ, આણંદ, પાદરા, સાવલી અને ડભોઇ સહિતના સેન્ટરની કનેક્ટિવિટી માટે રેલવે સાથે મળીને માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.
નગરપાલિકા આવક વધારવા માટે પ્લોટનું વેચાણ કરશે, જેમાંથી 133 કરોડ રૂપિયા મિલકત વેચીને આવક ઉભી કરાશે.આગામી 4થી 5 વર્ષમાં પાણીનો પ્રોબ્મલ સોલ્વ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને દુષિત પાણી આવવાની ફરિયાદો મળે છે, જેના માટે નેટવર્ક સુધારવાની કામગીરી કરાશે. આજવા સરોવરમાં પાણીનો ઘટાડો થાય ત્યારે મહીસાગર નદીમાંથી પાણી આજવાને મળી રહે તેવુ આયોજન કરાશે. વાસણા અને ભાઇલી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા માટે ખંટબા ખાતે 1 હજાર ઢોર રહી શકે તેવા પશુધન કેર સેન્ટરનો પીપીપી ધોરણે શરૂ કરાશે, આ ઉપરાંત ઢોર પાર્ટીના કર્મચારીઓની સંખ્યા વધારાશે.