Site icon Time News

Vadodara: બેફામ ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં પુત્રીનું મોત, બંને દીકરીને લઈ માતા મોપેડ પર ભાઈના ઘરે જઈ રહી હતી

વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર રોડ પર બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ડમ્પરચાલકે બેફામ સ્પીડે ચલાવી મોપેડ પર જઈ રહેલી માતા અને બે પુત્રીઓને અડફેટે લેતા કાવ્યા નામની એક પુત્રીનું મોત નીપજ્યું છે જ્યારે માતા સ્નેહાલીબેન અને જીલને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના રવાલ ગામના વતની અને હાલ બી-13, શિવકૃપા સોસાયટીમાં રહેતા સ્નેહાલીબહેન મોટી દીકરી કાવ્યા બીમાર હોવાથી તેણે ડોકટર પાસે લઇ ગયા હતા. દવા લીધા બાદ કાવ્યાએ માડોધર ગામમાં રહેતા મામા કૌશિકભાઇ પટેલના ઘરે મૂકી જવા માટે જણાવતાં માતા સ્નેહાલીબહેન બંને દીકરીને પોતાના એક્ટિવા મોપેડ ઉપર માડોધર 8, મહાદેવ ટાઉનશિપમા રહેતા ભાઇ કૌશિકભાઇ પટેલના ઘરે જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન માડોધર રોડ ઉપર ગેલેક્સી સોસાયટી સામે માતેલા સાંઢની જેમ પસાર થઇ રહેલા ડમ્પરે એક્ટીવા મોપેડને અડફેટે લઇ પચાસ મીટર સુધી ખેંચી જઇ ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં માતા અને બંને દીકરીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 12 વર્ષની બિમાર કાવ્યાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ વાઘોડિયા પોલીસે કૌશિકભાઇ પટેલની ફરિયાદના આધારે ફરાર ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે માડોધર પંથકમાં ગમગીની ફેલાવી દીધી છે.

આ પણ વાંચો, Ahmedabad: મણિનગરમાં લાખોની ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version