વડોદરા: પ્રથમ ગરાસીયા યુવા સંગઠનના કાર્યાલયનું કરાયું ઉદ્ધાટન
ગુજરાતના વડોદરા શહેર ખાતે રાજ્યના પ્રથમ ગરાસીયા યુવા સંગઠનના કાર્યાલયનું ઉદ્ગાટન કરવામાં આવ્યું. ગરાસીયા સમાજના ઉધાન માટે ગુજરાત રાજયના ગરાસીયા યુવા સંગઠનની નવીન કાર્યાલયનું વડોદરા છાની ખાતે ગરાસીયા યુવા સંગઠન ના પ્રમુખ ડો. ઈરફાનભાઈ રાઠોડ દ્વારા રીબીન કાપી નવીન કાર્યાલય નું ઉદ્ગાટન કરવામાં આવ્યું હતું ત્યારે ગરાસીયા સમાજ ના યુવાનો, આગેવાનો, મહિલાઓએ હાજરી આપી હતી ઉપરાંત પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું.
આ સિવાય કાર્યક્રમ દરમ્યાન ગરાસીયા યુવા સંગઠનની નવીન વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સમાજમાંથી જે પણ કાર્યકરોને સમાજ અને દેશના ઉત્થાન અને વિકાસ માટે આગળ આવું હોય તેના માટે ખુલ્લું પ્લેટફોર્મ મળી રહે તથા ગરાસીયા સમાજ અન્ય તમામ સમાજો સાથે તાલ થી તાલ મિલાવી ચાલી શકે અને એક બીજા ને પરસ્પર મદદરૂપ થઇ શકે તેવા ઉમદા હેતુ થી વેબસાઈટ નું અને મોબાઈલ એપ્લીકેશન નું લોન્ચિંગ કરવામાં આવ્યું સમાજ માં શૈક્ષણિક, આર્થીક સદ્ધરતા,સામાજિક ક્રાંતિ આવે તે માટે સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો.
https://www.youtube.com/watch?v=chctIO3iT5c&feature=youtu.be
આ કાર્યક્રમ દરમ્યાન પ્રમુખશ્રી ડૉ ઈરફાનભાઈ રાઠોડ દ્વારા સર્વે કોઈ સંગઠન સાથે જોડાય અને સમાજ ના પ્રશ્નો સાથે સાથે સમાજ પણ વિકાસની દિશા માં આગળ વધે તે માટે જોડાવા માટે અપીલ કરી હતી.