Site icon Time News

Vadodara: આણંદ ભાજપના નેતાના પુત્રની કારમાં દારૂ પાર્ટી, દારૂ-બિયરની બોટલો મળી, પોલીસે ઝડપતા નશો ઉતરી ગયો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફીલ માણતા આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી. પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 નબીરાની પોલીસે ધરપકડ કરી છે. કારની તપાસ કરતા અંદરથી આઈસ બોક્સ, દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. આ ઉપરાંત અન્ય એક યુવકની દારૂ પાસે રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આમ અકોટા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

અકોટા પોલીસ સ્ટેશનની ટીમ 3 એપ્રિલની મોડી રાત્રે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર ઈનોવા કારનો ચાલક વાંકીચૂંકી ચલાવતો હતો. જેથી પોલીસે કે કારને રોકી હતી અને આ સમયે કારમાં 4 યુવક બેઠેલા હતાં. પોલીસે કારચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ શરૂ કરી હતી.

આ સમયે કારમાં બેઠેલા હિરેન દિલીપભાઈ પટેલ, જીગર હિતેન્દ્રભાઈ પટેલ, સ્મિત મુકેશભાઈ પટેલ અને કેવલ હેતાબેન પટેલ કારમાંથી મળી આવ્યા હતા. જે પૈકી હિરેન પટેલ, જીગર પટેલ અને સ્મિત પટેલ લીધેલી હાલતમાં હતા, જ્યારે કેવલ પટેલ સામે પોલીસે દારૂ રાખવાનો કેસ કર્યો છે.પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી આઈસ બોક્સ મળી આવ્યું હતું. આ સાથે દારૂની અને બિયરની બોટલો પણ મળી આવી હતી. આ મામલે પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપી સામે પીધેલાનો કેસ કર્યો છે.

4 આરોપી પૈકી હિરેન પટેલ આણંદના સહકારી આગેવાન દિલીપ પટેલનો પુત્ર છે. દિલીપ પટેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક છે. હિરેનના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. દારૂની બારમાં બેઠા હોય તેવા ફોટો પણ વાઇરલ થયા છે. હિરેન પાસે પણ ભાજપનું સભ્યપદ છે.

આ પણ વાંચો, Ahmedabad: કથળતી કાયદો-વ્યવસ્થા વચ્ચે અમદાવાદ CPની ગાઇડલાઇન, PIએ રાત્રે 12 વાગ્યા સુધી રોકાવું પડશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version