પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશ માં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરતા કેન્દ્રીયમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી
પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશ માં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનો ને પોરબંદરના સાંસદ કમ કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા એ સોશ્યલ મીડિયાના માધ્યમ થી શ્રધાંજલિ અર્પણ કરી જણાવ્યું છે કે, પોરબંદરના દરિયામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં શહીદ થયેલા જવાનોને ઈશ્વર તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ રાખનાર આ વીર જવાનોના બલિદાનના આપણે સદાય ઋણી રહીશું.
તેમજ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ શ્રધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે, પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ લેન્ડિંગમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના જવાનો શહીદ થવાના સમાચાર હૃદયદ્રાવક છે.દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન વીર જવાનોની આત્માને શાંતિ આપે.
આ ઉપરાંત પૂર્વકેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા (પટેલ) સહિત જિલ્લા ભાજપના તમામ હોદેદારો એ પણ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના માં શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરી છે.