દેશવિદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ કારણોસર હોસ્પિટલમાં કરાયા દાખલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શહેરમાં વૈષ્ણોવદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને નાનકડી ઈએનટી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ તેમનું સ્વાગત જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ વાઘેલાએ કર્યું હતું. અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે 4 અને 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે. શાહ રાજકીય મુલાકાતે ન હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી.

ગૃહમંત્રી અમિત શાહ 6 સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા 213 કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button