બટેટાની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતા 2 શખ્સોની ધરપકડ
અવાર નવાર રાજ્યમાં દારૂની હેરફેર કરવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે અરવલ્લી જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી પરપ્રાંતીય અને પ્રાંતીય બુટલેગરો દ્વારા વર્ષોથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે.. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાંથી બટાટાના કોથળાની આડમાં સંતાડીને ઘુસાડાતો વિદેશી દારૂનો ૮.૧૦ લાખનો જથ્થો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી બુટલેગરોના લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લાની સરહદો પરથી ઘૂસાડાતો દારૂ અટકાવવાના આદેશના પગલે શામળાજી પી.એસ.આઈ એમ.પી ચૌહાણ અને તેમની ટીમે વેણપુર નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ટ્રકની શંકાસ્પદ ઝડપના પગેલે અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી.નં. RJ 08 GA 2377 ) માં બટાકાના કોથળાની આડમાં સંતાડેલો ગેરકાયદેસર વગર પાસ પરમિટનો વિદેશી દારૂની પેટી ૨૨૫ બોટલ નંગ-૨૭૦૦ કિં.રૂ.૮૧૦૦૦૦/- જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે સનિફહુસેન ગનિમોહહમદ દેશવાલી (રહે,રેગર મહોલ્લા દબલાના તા.હિંડોલી,રાજ અને ધીરજ ઉદયલાલ શર્મા (રહે,પટવાર ભવાનની સાથે ઘાચા મહોલ્લા સેમલપુર,ચિત્તોડગઢ) ની ધરપકડ કરી ટ્રકની કિં.રૂ.૭૦૦૦૦૦તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૧૫૧૨૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.