આજે વિધાનસભા બજેટ સત્રનો અંતિમ દિવસ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ.કોર્પોરેશનનું વિધેયક પસાર
વિધાનસભાનો આજે બજેટ સત્રનો પાંચમો અને અંતિમ દિવસ છે. આજે પણ મળશે 2 બેઠક, સવારના 9.30 કલાકે પહેલી બેઠક મળી હતી ત્યારબાદ પહેલી બેઠકમાં 6 સરકારી વિધેયકોએ ચર્ચાઓ કરી પસાર કરાયા હતા. રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાને લગતુ વિધેયક રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક રજૂ થશે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન સુધારા વિધેયક રજૂ કરાશે. બેઠકમાં વિવિધ બોર્ડ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો રજૂ થશે. ગૃહમાં સુધારા વિધેયક પસાર કરાયું… ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ.કોર્પોરેશનનું વિધેયક પસાર કરાયું છે. મનપામાં ડે.કમિશ્નરની નિમણૂંક સીધી ભરતીથી કરી શકાશે. અને મદદનીશ કમિશ્નર, અન્ય અધિકારીની સીધી ભરતી કરાશે. હાલ સુધી સીધી ભરતીની સત્તા રાજ્ય સરકાર પાસે હતી. હવે નિમણૂંક અયોગ્ય લાગે તો ફેરબદલની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે. ગૃહમાં દુકાન-રોજગાર સેવાની શરતોનું વિધેયક, દુકાનદારોને એક જ વખત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ત્યારબાદ 10થી વધુ લોકો હોય તેવી દુકાનોની નોંધણી ફરજિયાત રહેશે. રાજ્યમા 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા અંગેના ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો ને લગતુ વિધેયક પણ ચર્ચા કરી પસાર કરાશે. ગૃહ નિર્માણ બોર્ડની વસાહતોમા જુના મકાનોના રીડેવલપમેંટ માટે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારીઓની નિમણુંકની સત્તા કોર્પોરેશનને સોપવા અંગેનું ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધારા વિધેયક રજુ કરાશે.