ગુજરાત

ગુજરાતના 2 લાખથી વધુ શિક્ષકો આજે માસ સીએલ પર, શિક્ષણમંત્રીએ કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો

 

સરકાર દ્વારા હજારો શિક્ષકોની અટકાયત થઈ હોવા છતાં પણ વિધાનસભા ગેટ નંબર 7ની સામેના ગાર્ડનમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકોનો વિરોધ “હમારી માંગે પુરી કરો, શિક્ષક સંઘ જીંદાબાદ ના” નારા લગાવ્યા હતા. પોલીસની મથામણ શિક્ષકોને સમજાવવાની પણ શિક્ષકો વધુ ઉગ્ર બનતા મામલો ઉગ્ર બન્યો હતો. આરોગ્ય કર્મચારીઓનો અચોક્કસ મુદતની હડતાલ આજે સાતમા દિવસે પણ યથાવત રહી હતી. જ્યાં ગુરુવારે એસટી કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરતા એસટી બસના પૈડાં થંભી ગયા અને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ત્યારે આજે રાજ્યની અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના પ્રાથમિક શિક્ષકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાઓના ૨ લાખથી વધુ કર્મચારીઓ સ.ને ૧૯૯૭થી ભરતી થયેલા શિક્ષકોની નોકરી સળંગ ગણવાની માંગ સાથે માસ સીએલ સાથે સમગ્ર રાજ્યમાંથી દસ હજાર શિક્ષકોએ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી વિધાનસભાનો ઘેરાવ કરવાના હોવાથી રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિધાનસભાનો ઘેરાવ કરવા જતાં 500 જેટલા શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ પહેલા પણ સરકારે શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ હજી કંઇ જ થયું નથી.

 

નર્મદા ના 50 જેટલા શિક્ષકોની પોલીસે અટકાયત પણ કરી. શિક્ષકો વિધાનસભાના ઘેરાવ કરવા જતા પહોચ્યા ત્યારે પુલ પાસેજ પોલીસે અટકાયત કરી. પોલીસને ખબર પડતા નર્મદા પોલીસે શિક્ષકોની અટકાયત કરી લાધા હતી. તમામ શિક્ષકો ને પોલીસ હેડકોટર જીતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા.રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષકો વિરોધ પ્રદર્શન મામલો વિધાનસભાના ઘેરાવને લઈને ધરપકડના આદેશબાદ પોલીસની કાર્યવાહી શરૂ થઈ. રાજકોટ કુવાડવા પોલિસે જામનગર અને રાજકોટ જિલ્લાના શિક્ષકોની કરી અટકાયત 30 જેટલા શિક્ષકોની કરી અટકાયત ગાંધીનગર પહોંચે તે પહેલાં રાજકોટમાં અટકાયત કરવામાં આવી. જેના પગલે માસ સીએલનો નિર્ણય કરવામા આવ્યો છે અને સમગ્ર રાજ્યમાંથી દસ હજાર શિક્ષકોએ ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લેખિત જિલ્લા કક્ષાએ આદેશ કરતા બંને જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચશે.

વિધાનસભા ઘેરાવ કરવાના કાર્યક્રમમાં આવતા અટકાવવા સરકાર તરફથી પ્રયત્નો થાય તો દ્વિ-ચક્રીય અથવા અન્ય કોઈપણ વાહન મારફતે એક એક શિક્ષકે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. રાજ્યમાં એસટી બસના પૈડાં થંભ્યા બાદ અભ્યાસ પણ થંભી જતા પ્રજાજનો ચિંતિત બન્યા છે. શિક્ષકોની મીડિયા સાથે ગેરવર્તણૂક  હાલ તમામ મીડિયા કર્મીઓ દ્રારા કવરેજ રોકવામાં આવ્યું.

ક્યાંક ને ક્યાંક આ શિક્ષકોનો મામલો રાજનીતિ ની સ્વરૂપ લેતા જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની સાથે કોંગ્રેસના 5થી વધારે ધારાસભ્યો શિક્ષકો સાથે હાજર રહ્યા.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષકના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. ક્યાંક ને કયાંય સરકારને આંદોલન સ્વરૂપે વિપક્ષ દ્વારા ચૂંટણીના લક્ષને ધ્યાનમાં રાખી વોટબેંક વધારવાના પ્રયત્નો તો સામે પક્ષે સરકાર દ્વારા પણ આંદોલન વધારે જોર ના પકડે એ અંગે 3 મત્રી ની કમિટી બનાવી શિક્ષકને શાંત પાડવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. શિક્ષણ સંઘના આગેવાનો દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરી આ સિવાય શિક્ષકો દ્વારા સરકારને પોતાની માંગણીઓને લેખિત સ્વરૂપે આપવામાં આવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button