Ahmedabad

આજે ફરી અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી…જુઓ આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ખાસ્સું એવું ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી જોતાં આગામી 3 દિવસ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે એટલે હજુ પણ લોકો વરસાદનો ધમાકેદાર ચોથો રાઉન્ડ શરૂ થયા તેની પહેલાં થોડીક નિરાંત અનુભવી શકશે.
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button