
મેષ: આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે પૈસાના રોકાણ વિશે વિચારો. આજે તમને જમીન સંબંધિત કાર્યોથી પણ લાભ મળી શકે છે.
વૃષભ: આજે પૈસાના ઉપયોગમાં ધ્યાન રાખશો. પૈસાની ખોટ નિશ્ચિત છે. વ્યવસાય સ્થિતિ સારી નથી. આજે તમારા માટે સારી એ વાત હશે કે તમે કઇપણ કામ કરો તો વિચારીને કરો.
મિથુન: તમારે આજે વધુ મહેનત કરવી પડશે. દિવસ મહેનતથી ભરેલો છે પ્રેમ પણ યોગ્ય દિશામાં આગળ છે. પરિસ્થિતિ ખૂબ સારી છે પરંતુ તમારા સ્વભાવને નિયંત્રણમાં રાખો.
કર્ક: આજે તમને માનસિક તણાવ અને મૂંઝવણ થઈ શકે છે. તમારી અંદર સકારાત્મક વિચારો રાખો અને દરેકને સમજ્યા પછી આગળ વધો. આજે જોખમ ન લેવું વધુ સારું છે.
સિંહ: આજનો દિવસ તમારા માટે ફાયદાકારક છે. ધાતુ અને તકનીકને લગતી બાબતોથી લાભ થઈ શકે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો મોટો અકસ્માત શક્ય છે.
કન્યા : લાભની સાથે નુકસાનનો પણ યોગ છે. પ્રેમની બાબતે બધુ યોગ્ય ચાલે છે પરંતુ પાર્ટનરને હેરાન ન કરશો.
તુલા: આજે તમે તાણથી દૂર રહેવાનો પ્રયાસ કરો. સારી તકો આવી શકે છે. શત્રુઓ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. સાવચેત રહો.
વૃશ્ચિક: આજે વધઘટના ધંધાની સ્થિતિ રહેશે. આજે જુના સાથીઓને મળવાનું શક્ય છે. ઉધાર અને ધિરાણ આપવાની પરિસ્થિતિને ટાળો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ધન : આજે તમારે જોખમ લેવાનું ટાળવું પડશે. મૂંઝવણ રહેશે. ધીરજ રાખો. લાભ માટે ખોટું કામ ન કરો. પૈસા આવી શકે છે, પરંતુ વિચારીને રોકાણ કરો.
મકર: આજે પૈસા બચાવો. નુકસાન થાય તો ધીરજ રાખો. કાળજીપૂર્વક કામ કરો, નહીં તો નોકરી જઇ શકે છે.
કુંભ: લાભ માટે આજે ગેરરીતિ ટાળો. સારી તકો આવશે જેનાથી તમને ફાયદો થઈ શકે છે. છેતરપિંડી પણ આજે થઇ શકે છે. તેથી સાવચેત રહો.
મીન: આજે પૈસાની બાબતમાં સાવચેતી રાખવાની જરૂર છે. નુકસાન પણ થઇ શકે છે. તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. આજે કોઈ ઉતાવળ ન કરવી. પ્રેમ યોગ્ય દિશામાં છે.
