ગુજરાત
પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લીંબડીમાં વિરાંજલી યાત્રા નિકળી
સમગ્ર દેશમાં આંતકવાદીઓ સામે રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે આખા દેશમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આજ રોજ વિરાજંલી યાત્રા નિકળી હતી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારને સાથ આપવા લીંબડી શહેરના નાના બાળકો થી લઇને વૃધ્ધો આ વિરાજંલી યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રા લીંબડીના તમામ મેઇન રોડ ઉપર નિકળી હતી ત્યારે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા અને દેશના આ શહિદ જવાનોને લોકો દ્રારા ફુલ ચઢાવી સત સત નમન કર્યા હતા ત્યારે આ સમયે પાકિસ્તાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.