અમદાવાદ

ટ્રાઈએ ભાવ વધારો કરતા 29 ડિસે.થી કેબલ ઓપરેટર્સ અચોક્કસ મુદતની હડતાળ પર

ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિર્ણય જાહેર કર્યો છે કે પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ રૂપિયા 25થી 45 એમઆરપી અગામી 29 ડિસેમ્બરથી લાગુ કરાશે. જેના કારણે ગ્રાહકોને મહિને 300માં મળતી 400 ચેનલ હવે રૂ. 4 હજાર સુધી પહોંચી જશે. જેનો રાજ્યના કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે અગામી તા. 29 ડિસેમ્બરથી રાજ્યના તમામ કેબલ ઓપરેટર ટીવી કનેક્શન અચોક્કસ મુદત માટે બંધ કરીને ભાવ વધારાનો વિરોધ કરશે. 
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=uzDNFtfLzwc[/youtube]

કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખે જણાવ્યું છે કે, હાલમાં ગ્રાહકોને જે ચેનલો આપવામાં આવે છે તેમાં માત્ર પે-ચેનલની જ રકમ હોય છે. ગ્રાહક પાસેથી ફ્રી ટુ એર ચેનલના પૈસા લેવામાં આવતા નથી. આ ફ્રી ટુ એર ચેનલના અત્યાર સુધી ફ્રીમાં આપવામાં આવતી હતી, પરંતુ ટ્રાઇ દ્વારા હવે તેના પર રૂ. 130 લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ચેનલો દરેક કેબલ ઓપરેટરોએ ફરજિયાત લેવી પડશે. આ સાથે દૂરદર્શન સહિત અન્ય ફ્રી ચેનલોએ પણ રૂ.1થી 40 સુધીનો ભાવ વધારો કરી દીધો છે. 

જેના કારણે ગ્રાહકોને રૂ. 300થી 400માં મળતી 400 ચેનલો હવે રૂ. 4 હજાર ઉપરાંત જીએસટી લાગુ પડશે. અમદાવાદમાં 700 કેબલ ઓપરેટર, 10 લાખ કેબલ કનેક્શન આવેલા છે. જેઓ દર મહિને રૂ. 300 લેખે રૂ. 30 કરોડનો બિઝનેસ થાય છે. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button