Ahmedabad

અમદાવાદમાં ટાયર કિલર બમ્પ:રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ટાયરમાં પંચર કે નુકસાન થશે

અમદાવાદીઓ જો હવે તમે રોંગ સાઈડમાં વાહન લઈને જાઓ છો, તો તમારા વાહનના ટાયરને પંચર અથવા તો નુકસાન થઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે હવે શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. જ્યાં વન વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી વાહનચાલકોને નુકસાન થશે અને તેઓ રોંગ સાઈડમાં જશે નહીં.

પ્રાયોગિક ધોરણે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ચાણક્યપુરી બ્રિજ નજીક આ બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા આવા લગાવી અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં આવેલા રોંગ સાઈડથી આવતા વાહનચાલકોને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નવો અભિગમ અપનાવીને વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) લગાવવાની શરૂઆત કરી છે. જેમાં પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર વન વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમપ ( ટાયર કિલર બમ્પ) લગાવવામાં આવ્યા છે.

ચાણક્યપુરી બ્રિજ ઉતરી અને મોટાભાગના લોકો વાહન વાળી અને નીચેની તરફના રોડ ઉપર જતા હોય છે. જેથી બ્રિજના છેડે જ સર્વિસ રોડ ઉપર આ બમ્પ લગાવવામાં આવ્યા છે. હવે જો કોઈપણ વાહન ચાલક રોગ સાઈડમાં સર્વિસ રોડ પર થઈને બ્રિજ પર વાહન લઈ જશે, તો તે વાહનચાલકના વાહનના ટાયરમાં પંચર પડશે અથવા વાહનના ટાય૨માં કટ વાગશે. એટલે કે વાહનના ટાયરને નુકસાન થશે.

ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિકના યોગ્ય પરિવહન માટે શહેરમાં આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આ પ્રકારે વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ જમ્પ ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરવાની સધન અને અસરકારક કામગીરી હાથ ધરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાઈ રહે તે કેવુસર રોડ માર્કિંગ, રોડ સાઇનેસ, વગેરે કામગીરી કરવામાં આવે છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button