છત્રાલની બેંકમાં ફાયરિંગ કરી ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ, પોલીસે વધૂ તપાસ હાથ ધરી
કલોલ તાલુકામાં છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક્સિસ બેંકમાં લૂંટનો બનાવ બન્યો છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સ ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. અંદાજે એક કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની શક્યતા છે. ફાયરિંગમાં બેન્કના કર્મચારીને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
https://www.youtube.com/watch?v=nxN55eKPuns&feature=youtu.be
ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ગામની જીઆઇડીસીમાં આવેલી Axis બેન્ક માં 3 થી વધારે લૂંટારુઓ એ ફાયરીગ કરી લૂંટ ચલાવી હતી. જેમાં કેશિયરને ગોળી મારી હતી. જેમા એના પગે ગોળી વાગી હતી ત્યારે બાદ બંદૂક ની અણી ઉપર આ લૂંટારુઓ એ રૂપિયા 43 લાખ 88 હજારની લૂંટ ચલાવી. આ સિવાય કેશિયરના ગળામાં રહેલી સોનાની ચેન પણ લૂંટી લીધી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ રેન્જ આઈ જી મયક સિંહ ચાવડા ,જિલ્લા એસ પી મયુર ચાવડા , ડી વાય એસ પી સોલંકી અને તાલુકાના પીઆઇ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી અને સીસીટીવી હાથ ધરી સમગ્ર વિસ્તાર ની નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી
સમગ્ર ઘટના ની માહિતી મેળવી હતી.
આ અંગે રેન્જ આઈ જી મયક સિંહ ચવાડાં એ કહ્યું હતું કે આજે બપોરેના સુમારે 3 જેટલા લૂંટારુઓ મોઢે રૂમાલ બાંધી દેશી બંદૂક તથા દાતરડા જેવા હથિયાર લઈ કેશ કાઉન્ટરે ધસી ગયો હતો ત્યાર બાદ કેશિયર ઉપર બંદૂક તાકી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ કેશિયરના પગ ઉપર ગોળી ચલાવી હતી અને રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાની તપાસ sog ,lcb ,કડી પોલીસ,કલોલ પોલીસ ઘટનાનું પગેરું મેળવવા કામે લાગી ગઈ છે.
ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બેન્ક પર પહોંચી ગયો છે. પોલીસે બેંક સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.