
સુરતમાં કાતિલ દોરીએ ત્રણ લોકોના જીવ લીધા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરમાં પિતા- પુત્રી સહિત ત્રણ લોકોના દોરીના કારણે અકસ્માત થતા મોત થયા હતા. સુરતમાં ગળામાં દોરી આવતા ત્રિપલ સવારી બાઈક બ્રિજ નીચે ખાબક્યું હતું. બાઈક બ્રિજ પરથી નીચે ખાબકતા પિતા-પુત્રીના મોત થયા હતા જ્યારે માતાને ગંભીર ઈજા થઈ હતી. બીજી એક ઘટનામાં અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી જાણકારી અનુસાર, સુરતના જીલાની બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. અલથાણમાં 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમને દોરીના કારણે અકસ્માત થયો હતો. ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાંથી પસાર થતા યુવકના ગળાના ભાગે દોરી વાગી હતી. દોરી આવી જતા સંતુલન ગુમાવતા સ્કૂટર પરથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા ગંભીર ઈજા થતા સારવારમાં મોત થયું હતું. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.
