ગુજરાત
50થી વધારે વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપે છે આ યુવાન
રાજ્યમાં એક તરફ મોંઘીદાટ ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને ખાનગી ટ્યૂશન કરાવે છે. ત્યારે ગરીબ અને મધ્યમ અને વર્ગના બાળકો માટે ખાનગી ટ્યૂશન દોહ્યલુ બન્યું છે, એવામા બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડાના 3 શિક્ષિત યુવાનો 50 થી વધુ બાળકોને ફ્રીમાં ટ્યૂશન આપીને એક સારુ કામ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 15 કિમી દૂર આવેલા ટાકરવાડા ગામના ત્રણ મિત્રોએ એક નવી જવાબદારી લીધી છે. આ લોકો 50થી વધારે વિદ્યાર્થીઓને કોઇપણ ફી લીધા વગર ટ્યૂશન આપે છે. જેમાથી વિવેક કેમેસ્ટ્રી વિષય સાથે બીએસસી અને બીએડ સહિતનો અભ્યાસ કરેલો છે. તેના અન્ય મિત્ર રોહિત અને હસમુખ પણ આ કાર્યમાં તેમની સાથે છે.