Paytmથી આ રીતે કરી શકશો આધાર ડી-લિંક
નવું સિમ કાર્ડ ખરીદવા માટે, બેન્ક ખાતું ખોલાવવા અને ડિજિટલ વૉલેટ માટે આધાર સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ જરૂરી નથી. પેટીએમનો ઉપયોગ કરવો આજે આપણી આદત બની ગઈ છે. આ મોટાભાગની જગ્યાઓ પર સ્વીકારવામાં આવે છે. આજ મુખ્ય કારણ છે કે દરેક આજે પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. આધાર ડી-લિંક કેવાયસી માટે આધાર જરૂરી નથી.
જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો, તો તમે કેવાયસી પણ કરાવ્યું હશે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેના કેવાયસી માટે આધાર જરૂરી નથી. આવામાં જો તમે ઈચ્છો છો કે આધાર ડિ-લિંક થઇ જાય તો તે ઘરે બેસીને સરળતાથી થઇ શકે છે. જો કે તેનું એક મોટું નુકશાન પણ છે. પ્રથમ તમને આ વાતની જાણકારી આપીએ કે પેટીએમથી આધારને કઈ રીતે ડી-લિંક કરવું. આ માટે તમારે કસ્ટમર કેર (0120-4456456) પર કૉલ કરવાનો રહેશે.
કસ્ટમર કેર અધિકારીને કહેવાનું છે કે તમે તમારા આધારને ડી-લિંક કરવા માંગો છો. વેરિફિકેશન પછી તમને મેઇલ મોકલવામાં આવશે. ત્યાં ફરીથી તમારા આધારને વેરીફાઈ કરવો પડશે. આધારની નકલ મોકલ્યાના 72 કલાકની અંદર તમારો આધાર ડી-લિંક થઈ જશે.
તમને જણાવી દઈએ કે આધાર ડી-લિંક થતાં જ તમારું પેટીએમ વેરિફાઇડ રહશે નહિ. અનવેરિફાઇડ એકાઉન્ટથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન્સ કરી શકાતું નથી. આવામાં તમે બીજા આઈડી (મતદાર આઈડી, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ) સાથે ફરી કેવાયસી કરી શકો છો. હાલમાં અન્ય દસ્તાવેજોને કેવાયસી તરીકે સ્વીકારવામાં આવતા નથી. આવી સ્થિતિમાં આધાર ડી-લિંક કરતા પહેલા આ મુશ્કેલીઓ સમજવી આવશ્યક છે.