આ 1 શાકની મદદથી ખીલ સહિતના ડાઘ-ધબ્બા થશે છૂમંતર
કોથમીર દરેક ભારતીય રસોઇમાં જોવા મળે છે. જોકે તેનો ઉપયોગ ખાવાનામાં સુગંધ અને સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે લીલી કોથમીરથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ છૂટકારો મળી શકે છે. તેમા રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ચહેરાના એક્ને, પિમ્પલ્સ અને કરચલીઓ જેવી પરેશાનીથી રાહત આપવામાં સહાયતા કરે છે.જેના પાનને કોઇપણ પ્રકારની ત્વચા પર લગાવી શકાય છે તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ નથી નથી. આજે અમે તમને લીલી કોથમીરથી બનેલા ફેસપેક અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેથી તે ચહેરાની ઘમી મુશ્કેલીને પણ દૂર કરી શકો છો.
– કોથમીર અને લીંબુના રસથી ચહેરા પરના ડાઘ-ધબ્બાથી છૂટકારો મળી શકે છે. આ મિશ્રણને તૈયાર કરવા માટે 1 ચમચી કોથમીરનો રસ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે તેને ચહેરા અને ગરદન પર લગાવો. એક કલાક બાદ નવશેકા પણીથી ચહેરો ધોઇ લો. મહીનામાં 4 વાર તેનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં જ તમને ફરક જોવા મળશે.
– ખીલથી રાહત મેળવવા માટે કોથમીર ઔષધિની જેમ કામ કરે છે. જે લોકોના ચહેરા પર કાયમ ખીલ નીકળતા રહે છે. તેમને કોથમીર, લેમન ગ્રાસ અને કૈમોમાઇલનો ફેસ પેક લગાવવો જોઇએ. પેક બનાવવા માટે કોથમીરના બીજોને પાણીમાં 2-3 મિનિટ ઉકાળો. તેમા લેમનગ્રાસ અને કૈમોમાઇલ મિક્સ કરો હવે આ ફેસપેકને 20 મિનિટ ચહેરા પર લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરો સાફ કરી લો.
– શિયાળાની ઋતુમાં ત્વચાનું શુષ્ક થવું સામાન્ય સમસ્યા છે. તેનાથી બચવા માટે કોથમીર, ઓટ્સનો પેક લગાવો જોઇએ. જે માટે પહેલા ઓટ્સને ઉકાળી લો. હવે તેમા ભીની કોથમીર પીસીને ઉમેરો. આ પેકને 10-15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. અઠવાડિયમાં બે વાર તેને ત્વચા પર લગવવાથી ત્વચા મુલાયમ થવા લાગશે.