દાંતમાં પરૂ થવાના આ છે મુખ્ય કારણો, જાણો વિગતે
વ્યસ્ત લાઇફસ્ટાઇલાના કારણે આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી. જેને લઇને અનેક બીમારીઓ થાય છે. જેમાથી દાંતમાં સડો મુખ્ય રૂપે પેઢામાં બળતરાં અને તૂટેલા દાંતને કારણે થાય છે. દાંતમાં સડો થવો એ મુખ્ય રીતે એક પ્રકારનું સંક્રમણ હોય છે જે પેઢા અને દાંતના મૂળની વચ્ચે થાય છે અને તેના કારણે વધારે દુખાવો થાય છે. આ સાથે દાંતની અંદર પરૂ બની જાય છે જેથી દાંતમાં સતત દુખાવો રહે છે.
જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
દાંતમાં પરૂ થવાના કારણો
-પેઢાંની બીમારી
-મોઢાની સફાઇ યોગ્ય રીતે ન કરવી
-રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવી
-તૂટેલા દાંત અને પેઢાંમાં સોજા અને બળતરાં
-દાંતમાં ઇન્ફેક્શન
-બેક્ટેરિયા
-કાર્બોહાઇડ્રેડ યુક્ત તથા ચીકણા પદાર્થ વધારે માત્રામાં ખાવા
દાંતના સડાની સારવાર
દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે. જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ફિલીંગ દ્વારા કરી શકાય છે. પરંતુ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા મૂળિયાની સારવાર (રૂટ કેનાલ ટ્રીટમેન્ટ) જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે.