લાઇફ સ્ટાઇલ

શરદી-ઉધરસ થઇ ગયા છે અજમાવો આ ઘરેલું ઉપાય

શિયાળાની સીઝનમાં શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. 

1 ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે. 

2 કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો. 

3 ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે. 

4 શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે. 

5 જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી – ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે. 

6 શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button