અમદાવાદની સ્કૂલ માટે લેવાયો આ મહત્વનો નિર્ણય, વિદ્યાર્થી-શિક્ષકો બંને કરવો પડશે અમલ
અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા માટે મોબાઇલને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસમાં ખલેલ ન પડે માટે શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
એકબાજુ ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચે જઇ રહ્યું છે. સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા સહિતની ત્રુુટીઓ પણ જોવા મળે છે. કોચિંગ ક્લાસની ભરમાર વચ્ચે શાળામાં નિયમિત ક્લાસ પણ નથી લેવાતા આવી સ્થિતિમાં સ્તર સુધારવામાં ધ્યાન આપવાના બદલે હાલ મોબાઇલ પર પ્રતિબંઘ મૂકવાના આવ્યો છે. તે કેટલી હદે વ્યાજબી છે. ઉલ્લેખનિય છે કે આ અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા લાગૂ પડશે.
અમદાવાદની શિક્ષણ સંસ્થા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ મુજબ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જો શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલ ઉપયોગ કરતા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કુલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે. મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનિય કાર્યવાહી થશે. આ નિયમનું વ્યવસ્થિત પાલન કરવા માટે આચાર્યને મોબાઇલ રજીસ્ટર બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.