3 વર્ષથી ગાયબ છે મુન્નાભાઇનો MBBSનો આ અભિનેતા
સંજય દત્તની સુપરહિટ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસતો જોઈ જ હશે. હાલમાં આ સીરીઝની ત્રીજી ફિલ્મ આવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ફિલ્મમાં સર્કિટની ભૂમિકા નિભાવનાર અરશદ વારસીએ આ વાતને રદીઓ આપ્યો છે અને જણાવ્યુ છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે અને ટુ્ક સમયમાં તેનું શૂટિંગ શરૂ થઈ જશે.
જો કે આ ફિલ્મ સાથે જોડાયેલી એક દુખદાયક વાત સામે આવી છે. ફિલ્મમાં સપોર્ટિગ રોલ નિભાવનાર વિશાલ ઠક્કર ગાયબ થઈ ગયો છે. વિશાલે ફિલ્મમાં એક એવા યુવકની ભૂમિકા નિભાવી છે જેમાં તે નિરાશા અને હતાશાથી ઘેરાઈને આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
રિપોર્ટસ અનુસાર વિશાલ જાન્યુઆરી 2016થી ગાયબ થઈ ગયો છે. તેણે 31 ડિસેમ્બર 2015માં તેની મા પાસેથી ફિલ્મ જોવા 500 રૂપિયા માંગ્યા હતા. તેણે તેની માને ફિલ્મ જોવા આવવા કહ્યુ હતુ પણ તેની માતાએ ના પાડી દીધી હતી. એ જ દિવસે સાંજે વિશાલે તેના પિતાને મેસેજ કર્યો હતો કે તે એક પાર્ટીમાં જઈ રહ્યો છે. સવારે ઘરે આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર પોતાની માતા પિતા સાથે મુલુંડમાં રહેનાર વિશાલ છેલ્લે 1 જાન્યુઆરી 2016ના તેની ગર્લફ્રેન્ડ સાથે ગાદરબંદર રોડ, થાણે જોવા મળ્યો હતો. એક ફિલ્મની શૂટિંગ માટે અંધેરી જઈ રહ્યો હતો. વિશાલ ગાયબ થયા પછી કોઈ ફોન કે સમાચાર આવ્યા નથી. તેના બેન્ક એકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડવામાં આવ્યા નથી. હાલ સુધી પોલીસને વિશાલની કોઈ માહિતી મળી નથી. તેની ગર્લફ્રેન્ડની પૂઠપરછ કરવા છતા કોઈ સમાચાર મળ્યા નથી.