ઘરમાં રાખશો આ વસ્તુઓ તો થઇ જશો કંગાળ
અતિશય મહેનત અને દિવસ-રાત એક કર્યા પછી મહિનાના અંતે હાથમાં રૂપિયા આવતાં હોય છે. જો કે મોટાભાગના લોકોના હાથમાં આવેલા રૂપિયા ગણતરીના જ દિવસોમાં પાણીની જેમ ખર્ચાય જતાં હોય છે. ઘરમાં પૂજા-પાઠ, વાસ્તુના નિયમોનું પાલન બધું જ કરવા છતાં જો ધન ટકતું ન હોય તો તેનું કારણ વ્યક્તિએ કરેલી કેટલીક ભુલ હોય શકે છે. ઘરમાં જાણતાં કે અજાણાં એવી વસ્તુઓ આવી જતી હોય છે જેની અશુભ અસર ધન પર સૌથી પહેલાં થાય છે. તો જાણી લો કઈ હોય છે આ ન કરવા જેવી ભુલ અને જો તમે પણ કરી હોય તો સુધારી લો તેને આજે જ.
– ઘરની કિંમતી વસ્તુઓને ઉત્તર-પશ્ચિમ દિશામાં ન રાખવી.
– ઘરના ત્રણ દરવાજા એક લાઈનમાં ન હોવા જોઈએ. આવી વ્યવસ્થા ધનહાનિના યોગ સર્જે છે.
– તિજોરીમાં પૂજાની સોપારી, શ્રીયંત્ર અને કુબેર યંત્રને પણ સ્થાન આપવું જરૂરી છે.
– ઘરની અગાસી પર કચરો કે ભંગાર એકઠો ન કરવો. આવી વસ્તુઓ આવક ઘટાડી ખર્ચ વધારે છે.
– ઘરની કોઈપણ તૂટેલી કે ખરાબ થયેલી વસ્તુને તુરંત ઠીક કરાવી લેવી જોઈએ. ખરાબ વસ્તુઓ ધનહાનિ વધારે છે.