ઘરની આ વસ્તુઓથી અઠવાડિયામાં જ ચમકી જશે તમારી ત્વચા
સ્વચ્છ અને ચમકીલી ત્વચા માટે આજે મહિલાઓ અને યુવતીઓ દરેક પ્રકારના ઉપાય અજમાવતી હોય છે એટલું જ નહિ અમુક સ્ત્રીઓ તો આના માટે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ અને નિયમિત પાર્લરની મુલાકાત પણ લેતી જ હોય છે. બજારમાં ઘણી એવી પ્રોડક્ટ મળતી હોય છે જે તમારા ચહેરાને ચમકદાર અને ગોરો બનાવાવનું કામ કરતી હોય છે પણ એ પ્રોડક્ટ મોંઘી અને કેમિકલ વાળી હોય છે. પણ આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેનાથી તમે બહુ ઓછા ખર્ચે તમારો ચહેરો ચમકદાર બનાવી શકશો.
બેસન અને લીંબુ
બેસન અને લીંબુનું ફેસપેક લગાવવાથી ચહેરો ચમકદાર બને છે. બે ચમચી બેસનમાં થોડા ટીપાલીંબુના રસના ઉમેરો અને તેની પેસ્ટ બનાવો જો પેસ્ટ જેવું ન થાય તો તેમાં થોડું દહીં ઉમેરી શકો છો. આ તૈયાર થયેલ પેસ્ટને દિવસમાં બે વાર ચહેરા પર લગાવવાનું રહેશે. આ પેસ્ટ લગાવ્યાના થોડા સમય પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઈ નાખવો. આ ઉપાય સતત બે દિવસ કરશો એટલે કે બે દિવસમાં ચાર વાર આ ઉપાય કરવાથી તમે બે દિવસમાં જ ફરક જોઈ શકશો. જો તમને ફેર લાગે તો આ ઉપાય એ તમારી બીજી મહિલા મિત્રોને પણ જણાવજો.
બદામના તેલની મસાજ
ચહેરા પર રંગત અને રોનક લાવવા માટે બદામનું તેલ એ બહુ ફાયદાકારક હોય છે. બે દિવસમાં એકવાર બદામના તેલથી ચહેરા પર માલીશ કરવાથી ચહેરા પર કુદરતી નિખાર આવશે. આયુર્વેદ અનુસાર બદામના તેલની માલીશ કરવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધે છે અને ચહેરા પર ચમક વધે છે.
પાણી પીવું
ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નહિ કરે પણ પાણી પીવાથી પણ ચહેરો સાફ રહે છે. જો તમે કોઈ મોટા સેલિબ્રિટી કે કોઈ એક્સપર્ટની સલાહ લેશો તો તેઓ પણ તમને જણાવશે કે દિવસમાં ૧૨ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. પાણી પીવાથી ખરેખર ચહેરા પર ચમક આવે છે. આની સાથે સાથે જો તમે ચહેરાની બીજી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તોટો તેમાં પણ તમને ફાયદો થશે. જો તમે ખરેખર બીજી બધી પ્રોડક્ટ વાપરીને કંટાળી ગયા છો અને હવે વધુ ખર્ચ નથી કરવા માંગતા તો પછી પાણી એ તમારી માટે સૌથી સારો ઉપાય છે.
કાકડી ખાવી
કાકડી ખાવી એ અમૃત સમાન છે આ ચહેરાને ચમક તો આપે જ છે સાથે સાથે આપણા શરીરમાં પાણીની કમીને પૂર્ણ કરે છે. કાકડી નિયમિત ખાવાથી ચહેરો તો ચમકે જ છે પણ વાળ પણ ચમકે છે. જો તમે દિવસમાં ફક્ત કાકડી જ ખાશો તો શરીરમાં ભરપુર માત્રામાં વિટામિન્સ મળશે. કાકડીની છાલમાં વિટામીન સી હોય છે. તમે ઈચ્છો તો કાકડીનો જ્યુસ પણ પી શકો છો.