પરફ્યૂમ સહિતની આ વસ્તુઓથી થઇ શકે છે ગંભીર બીમારી, જાણી લો
વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં દરેક લોકો પોતાને ફિટ રાખવાની તમામ કોશિશ કરે છે. તે છતાં પણ રોજ ઉપયોગમાં લેવામાં આવી રહેલી વસ્તુઓથી આપણા સ્વાસ્થ્યને નુક્શાન થઇ શકે છે. જેની આપણાને કોઇ ખાસ જાણકારી પણ નથી. એવી કેટલીક વસ્તુઓ છે જે ટોક્સિન્સથી ભરેલી હોય છે. જેનો ઉપયોગ આપણે નિયમિત રીતે કરીએ છીએ.તેમજ તેના ઉપયોગથી કેન્સર, સ્થૂળતા જેવી અન્ય કેટલીક ગંભીર બીમારીઓ થઇ શકે છે. જાણો કઇ વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે રોજ કરો છો પરંતુ તે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ ગંભીર હોય શકે છે.
ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ અને સાબુ એવી વસ્તુઓ છે જેના વગર આપણે લાઇફની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ તેમા એન્ટીમાઇક્રોબિયલ કેમિકલ રહેલા છે અને તેના કારણે થાઇરોઇડ જેવી બીમારીઓ પણ થઇ શકે છે.
પરફ્યૂમ
રોજ ઉપયોગમાં લેવામાં આવતા પરફ્યૂમ તેમજ એર ફ્રેશનરમાં ફેલેટ જેવા કેમિકલ્સ મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ્સના કારણે પુરૂષોની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે. તેમજ અસ્થમા જેવી બીમારી થવાની સંભાવના પણ વધી જાય છે.
ફાસ્ટ ફૂડ રેપર
ફાસ્ટ ફૂડમાં ઉપયોગમ કરવામાં આવતા રેપર હોય કે ક્લીનિંગ પેપર, જેમા પીએફએએસ એટલે પોલિફ્લોરિકાઇલ સબ્સ્ટેન્સેસ (PFAS) રહેલા છે. જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ પ્રભાવિત થઇ શકે છે.
નેઇલ પેઇન્ટ
જોકે નેલ પેઇન્ટ લગાવવાથી નખ સુંદર લાગે છે સાથે જ હાથની સુંદરતામાં પણ વધારો થાય છે. નેઇલ પેઇન્ટમાં એવા કેમિકલ રહેલા છે જેના કારણથી શરીરના હોર્મોનલ બેલેન્સ બગડી શકે છે.
ફિનાઇલની ગોળી
ઘરની સાફ-સફાઇ કે જીવાણુઓથી કપડાની સુરક્ષા માટે ફિનાઇલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક સર્વે અનુસાર ફિનાઇલની ગોળીનો ઉપયોગ માનવ શરીર માટે ખતરનાક હોય શકે છે. જેમા ડિઓડરાઇજર ડાઇક્લોરોબેન્જાઇન કેમિકલ રહેલા છે. જેના કારણથી કેન્સરનો ખતરો વધી શકે છે.