આ લોકોએ ન ખાવી જોઇએ બદામ, નહીંતર થશે ગંભીર બીમારી
બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. કારણકે તેમા કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન ઇ, ફાઇબર અને એન્ટી ઓક્સીડેન્ટ્સ સહિતના તત્વ રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દિવસમાં 3-4 બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તેને જરૂરિયાતથી વધારે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. તે સિવાય બદામ થોડાક લોકોને હેલ્થ કન્ડિશન માટે નુકસાનકારક પણ હોય શકે છે. આજે અમે તમને જણાવીશું કે કઇ હેલ્થ કન્ડિશનમાં બદામનું સેવન ન કરવું જોઇએ.
– જે લોકોનું બ્લડ પ્રેશર હાઇ રહે છે તે લોકોએ બદામથી દૂર રહેવું જોઇએ.
– કિડનીમાં પથરી કે યુરીન સંબંધિત બીમારી થવા પર બદામનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેમા ઓક્સલેટ વધારે પ્રમાણમાં હોય છે.
– બદામમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જે પાચન ક્રિયા માટે સારું હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં બદામનું સેવન કરવાથી પાચન ક્રિયા સંબંધિત સમસ્યા થઇ શકે છે. જેથી ડાઇજેશનની સમસ્યા પર બદામ ન ખાવી જોઇએ.
– બદામમાં વિટામિન ઇ વધારે પ્રમાણમાં હોવાના કારણે તેનો ઓવરડોઝ લેવાથી માથાનો દુખાવો તેમજ થાક લાગે છે. જેથી માઇગ્રેનના રોગીઓએ બદામ ન ખાવી જોઇએ.
– જો તમે કોઇ સ્વાસ્થ્યની સમસ્યાના કારણે એન્ટીબાયોટિક મેડિસન લઇ રહ્યા છો તો બદામ ન ખાવી જોઇએ.