આ ખરાબ આદતોને કારણે ઉંમરથી પહેલા લાગશો વૃદ્ધ
સમયની સાથે વૃદ્ધાવસ્થા આવવી એક સામાન્ય વાત છે. વૃદ્ધાવસ્થાને કોઇપણ રીતે રોકી શકાય નહીં. આ એક કુદરતી પ્રોસેસ છે. પરંતુ કેટલાક લોકો સમયથી પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. જેનું એક મોટું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ છે. જો તમે પણ સમયથી પહેલા વૃદ્ધ દેખાવવા લાગો છો તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું. જેની પર ધ્યાન આપીને તમે સહેલાઇથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ વૃદ્ધ થવાના કારણો..
ખરાબ ખાણી-પાણી
જલદી વૃદ્ધ થવા પાછળ એક કારણ ખરાબ ખાણી-પીણીની આદત છે. જરૂરિયાતથી વધારે તીખુ તરેલું અને જંક ફૂડ ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઇ જાય છે. જેનાથી વ્યક્તિ ઉંમરથી પહેલા વૃદ્ધ થવા લાગે છે.
મિઠાઇનું સેવન
મિઠાઇ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. ગળ્યું ખાવાથી સ્થૂળતા, શુગર લેવલ વધવાની સાથે જ એજિંગની સમસ્યા વધી જાય છે. જો તમને પણ વધારે મિઠાઇ પસંદ હોય તો તમે ચેતી જજો. નહીંતર તમને પણ વૃદ્ધાવસ્થા જલદી આવી શકે છે.
વધારે કામ કરવું
સતત કામ કરતા રહેવાથી, વિચારતા રહેવાથી વ્યક્તિ જલદી વૃદ્ધ થવા લાગે છે. વૃદ્ધાવસ્થાથી દૂર રહેવા માટે સારું ખાવાનું ખાઓ. વ્યાયામ કરો. તે સિવાય દર અડધા કલાક બાદ તમારી સીટથી ઉઠીને બે મિનિટ સુધી ચાલો.
તનાવ
જરૂરિયાતથી વધારે ટેન્શનમાં રહેલાથી પણ વ્યક્તિ વૃદ્ધ થવા લાગે છે. હંમેશા જવાન રહેવા માટે જેટલું બની શકે તેટલો તનાવ ઓછો કરો. તનાવને ઓછો કરવા માટે રોજ સવાર-સાંજ 10-15 મિનિટ એક યોગાસન જરૂરથી કરો.
રાત્રે મોડા સુવું
રાત્રે મોડા સૂવું પણ વૃદ્ધાવસ્થાને આમંત્રણ આપવાનું કામ કરે છે. તેની સાથે રાત્રે મોડા સૂવાથી વ્યક્તિના ચહેરા પર કરચલીઓ અને ડાર્ક સર્કલ પડી જાય છે. જો તમે જલદી વૃદ્ધ થવા નથી માંગતા તો વહેલા સૂવાની આદત પાડો.
સિગારેટ પીવી
જે લોકો સિગારેટનું વધારે સેવન કરે છે તેમને કેન્સર, હૃદય રોગ અને યાદશક્તિ જતી રહેવાનો ડર રહે છે. તે સિવાય સતત સિગારેટ પીવાથી વાળ જલદી સફેદ થવા લાગે છે. જેથી વ્યક્તિ વૃદ્ધ લાગે છેસે પણ સ્ટોર હોતી નથી.