
યુવાનોનું ખાખીનું સપનું હવે જલદી પુરુ થશે. પોલીસની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી 3000 ભરતીમાં જગ્યાઓનો વધારો કરાયો છે જેથી હવે કુલ 12,993 જગ્યાઓ પર ભરતી થશે જેમાં લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે અને PSI કેડરમાં પણ 241 જગ્યાઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં 23 નવેમ્બરના રોજ નવી સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.PSI કેડરની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી ગણાશે અને ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે.
ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in જોવાની સલાહ આપવામાં આવી છે.
