દેશવિદેશ

મનોહર પાર્રિકરની અધ્યક્ષતાવાળી પરિષદમાં ડીલની શરતોમાં 8 ફેરફારો કરાયાં હતાં

અંગ્રેજી અખબાર ધ હિન્દુએ રાફેલ ડીલ સંલગ્ન માટે એવો દાવો કર્યો છે કે ડીલ સાઈન થતાં પહેલાં ભ્રષ્ટાચાર વિરોધી દંડની મુખ્ય જોગવાઈ તેમજ એક એસ્ક્રો એકાઉન્ટને હટાવાયાં હતા. અખબાર ધ
હિન્દુનું કહેવું છે કે રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા પર જોર આપવાનો દાવો કરનાર સરકાર તરફથી રાફેલ ડીલમાં મોટી છૂટછાટ લેવામાં આવી હતી, અનુચિત પ્રભાવના ઉપયોગ પર દંડ,
એજન્ટ કમિશન, દેસો અને એમબીડીએ ફ્રાંસ કંપનીના ખાતા સુધી પહોંચવાની જોગવાઈ ડીલના ડ્રાફ્ટમાંથી હટાવવામાં આવી હતી. ધ હિન્દુના રિપોર્ટમાં જણાવાયું છે કે 23 સપ્ટેમ્બર 2016નાં રોજ
ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલાં એગ્રીમેન્ટ મુજબ દૈસો રાફેલ વિમાનોની સપ્લાયર છે અને એમબીડીએ ફ્રાંસ ભારતીય વાયુસેના માટે હથિયારોની સપ્લાયર છે.અખબારે સત્તાવાર દસ્તાવેજોનો હવાલો
આપતાં કહ્યું કે તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદે સપ્ટેમ્બર 2016માં બે સરાકરો વચ્ચે થયેલાં એગ્રીમેન્ટ, સપ્લાઈ પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાક્ટ અને
ઓફસેટ શેડ્યૂલમાં 8 ફેરફારો મંજૂર કરાયા હતા. જે રિપોર્ટ મુજબ રાફેલ ડીલમાં ઉચ્ચ સ્તરીય રાજકીય દરમિયાનગીરી થઈ હતી.અને ધ હિન્દુના રિપોર્ટ મુજબ રાફેલ ડીલના એગ્રીમેન્ટ અને
દસ્તાવેજોને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ 24 ઓગસ્ટ, 2016એ જ મંજૂરી આપી હતી. થોડાં દિવસ પહેલાં ધ હિન્દુએ એવો પણ દાવો કર્યો હતો કે ડીલ સમયે વડાપ્રધાન
કાર્યાલય તરફથી સમાનાંતર વાર્તા કરવામાં આવતી હતી. રક્ષા મંત્રાલયે તેના પર વાંધો ઉઠાવ્યો હતો.

 

 

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button