વોલિબોલ પ્રિમીયર લિગની ર્ફ્સ્ટ સિઝન માટે અમદાવાદ ડીફેન્ડર્સની ભાગ લેશે
ભારતમાં ૨જી થી ૨૨ ફેબુ્રઆરી ૨૦૧૯ દરમીયાન પ્રો વોલિબોલ લિગ યોજાનાર છે. વોલિબોલ લિગની આ પ્રથમ સિઝનમાં ૬ ટીમ ભાગ લેનાર છે. જેમા બોનહોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ. ની માલીકીની અમદાવાદ ડીફેન્ડર્સની ટીમ અન્ય ટીમોનો આ લિગમાં મુકાબલો કરશે.
આ ટીમના માલિક ડો.ડી.જી. ચોધરી બોનહોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ. ના સ્થાપક અને ડીરેકટર છે. તેમણે વોલિબોલ અને બાસ્કેટ બોલના ક્ષેત્રમાં અગમ્ય ઉત્સાહ દર્શાવ્યો છે. વિશાલ દેસાઇ બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટ ના ડીરેકટર છે તેઓ આપ બળે આગળ આવેલા ઉધોગસાહસિક છે. શ્રી પ્રવિણ ચૌધરી બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટ ના ડીરેકટર છે અને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોનો બહોળો અનુભવ ધરાવે છે જયારે શ્રી શંકર ચૌધરી બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટના ડીરેકટર છે હાલ યુએસએ મા રહે છે.
પ્રો વોલિબોલ લિગ ની અમદાવાદ ની ટીમ માં રણજીત સિંઘ , ગુરીન્દ્ર સિંઘ , રાહુલ ગ્રાક , ગગનદીપ સિંઘ ,જી.આર.વૈશ્નવ , રમનકુમાર ,સૈયદ મુબારક અલિ , લિજોય રોબિન ,નોવિકા બિજેલિકા ,વિકટર સિસોવ, રજત બોડલા, દિલીપ ખોઇવાલ ,મનોજકુમાર ,પાર્થ,મનદીપ સિંઘ તથા હેડ કોચમાં અજય જાંગરાનો સમાવેશ છે.