આનંદો! વાહનની HSRP નંબર પ્લેટની તારીખ લંબાવીને કરી 31 જાન્યુઆરી
સર્વાચ્ચ અદાલતના આદેશ મુજબ વાહનને એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાડવી ફરજિયાત છે. તે લગાડવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર હતી પરંતુ અમદાવાદમાં પાંચ લાખ વાહનો સહિત ગુજરાતભરમાં લાખો વાહનોને નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા પાંચમી વખત નંબર લગાડવાની મુદતમાં વધારો કરીને આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં લાખો વાહનોને એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી સરકાર દ્વારા પાંચમી વખત તારીખ લંબાવવામાં આવી છે. જેથી વાહન ચાલકો હવે તા. ૩૧ જાન્યુઆરી સુધી નંબર પ્લેટ લગાડી શકશે.અમદાવાદ એ.આર.ટીઓ, એસ.એ. મોજણીદારના જણાવ્યા મુજબ હાલમાં આરટીઓ તથા આરટીઓ કચેરી દ્વારા અધિકૃત કરેલા વાહનના ડિલરો ત્યાં પણ આ નંબર પ્લેટ લગાડવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત અમદાવાદ શહેરની કોઇપણ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી પોતાની સોસાયટીના વાહનોને નંબર પ્લેટ લગાડવા માંગતા હોય તઓ સોસાયટીના લેટર ુપેડ પર લખીને વાહનોની સંખ્યા લખીને આરટીઓને રજૂઆત કરશે તો આર.ટી.ઓ દ્વારા તેમની સોસાયટીમાં જઇને નંબર પ્લેટ ફીટ કરી આપવાની સગવડ કરવામાં આવશે.