લોકોના આરોગ્યને લઇને ચિંતિત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦૦ કરોડની કરાઇ ફાળવણી
સમાજનાં છેવાડાનાં માનવીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સંકલપ્બધ્ધ રીતે આગળ વધી રહી છે અને તે માટે સરકારે અનેકવિધ સંવેદનાસભર કલ્યાણકારી નિર્ણયો લીધા છે તેમ ગોંડલ ખાતે શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકાર સમાજનાં નબળવગર્નાં ઉત્થાન માટે તબકકાવાર પગલાભરી રહી છે, જેમ કે ગરીબ પરીવારને લગ્ન સમારોહ માટે રાહત દરે એસ.ટી. ફાળવવામાં આવે છે અને માર્ગ અકસ્માત થાય તો અકસ્માતનો ભોગ બનનાર કોઇ પણ ગુજરાતનાં નાગરીકને રૂા. પ૦ હજારનો ખર્ચ રાજય સરકાર ભોગવી રહી છે જે તમામ લોકોને માટે રાહતરૂપ બની રહેલ છે. લોકોના આરોગ્ય અને તબીબી સેવાની ચિંતા કરી રાજ્ય સરકાર દ્વારા લોકોના હિતાર્થે રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું રાજયનાં મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે દેશના તમામ લોકોને પોતાનું ઘરનું ઘર હોય તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, આ સ્વપ્નને સકાર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર હોય તે માટે વિવિધ આવાસ યોજના અમલમાં મુકેલ છે. રાજયમાં ૪૦૦થી વધારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી આ સરકાર ખરા અર્થમાં આમ લોકોની સરકાર છે તેની પ્રતિતિ લોકોને થઇ રહી છે. વિશેષમાં રાજ્યના સર્વાંગી વિકાસાર્થે તમામ સમાજના લોકો શિક્ષિત બને તેવુ આ તકે મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યુ હતું.
https://www.youtube.com/watch?v=e4VjR_74e9w&feature=youtu.be
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોનાં હસ્તે સમારોહમાં મંગલદીપ પ્રગટાવી સમારોહનું ઉદઘાટન કર્યુ હતું. આ તકે રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સમાજનાં અગ્રણીઓ ધ્વારા ખુબજ અદકેરૂ સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતુ જેમાં શ્રી ભગવદ ગો મંડળ ગ્રંથાવલી તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતાં.